Born
July 01st, 1954
Passed Away
July 30th, 2026
Occupation
Retired principal
Religion
Hindu
Native
-
City
Rajkot
State
Gujarat
Country
India
Shradhanjali By
Shri Rambhai Jamang
Shri Mehul Jamang
&
Family
Biography of Shri Kamlesh hai Lakhabhai Jamang
Family Tree of Shri Kamlesh hai Lakhabhai Jamang
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
Profile Home
Biography
Family
Tree
Photo
Album
Video

કવિ "જય" ( જયેશદાન ઝીબા)
1 month ago
કમલેશભાઈ ગઢવીના અવસાન સાથે લોકડાયરાના વીતેલા યુગના ચારણ કંઠનો વિરામ...
લગભગ છેલ્લા બે દાયકા અને ખાસ કરીને શોશ્યલ મીડિયાના યુગ પહેલા પણ જેઓ ડાયરાના શ્રોતાઓ હતા એને જ ખબર હશે કે કમલેશ ગઢવીની હલક કેવી હતી? આજે જે છંદોના તાલ પર ડાયરામાં લાખો રૂપિયાની છોળો ઉડે છે એવા અનેક છંદો ડાયરાના સ્ટેજ પર જોશ સાથે પ્રસ્તુત કરવાનો પ્રારંભ કમલેશભાઈએ કર્યો હતો એ વાસ્તવિકતા છે. દુહાના ઉપાડને અવિરત શ્વાસથી મિનિટો સુધી લંબાવવું, ત્રિભંગી છંદને જીભમાં એક પણ થડકારો આપ્યા વિના કે એક પણ ઉચ્ચારણ અસ્પષ્ટ કર્યા વિના "જેટ સ્પીડ" થી લલકારવા એ કમલેશભાઈની મૌલિકતા હતી. એમના ગળાની કુદરતી મીઠાશ સ્વ. હેમુભાઈ ગઢવીની યાદી આપતી.
કમલેશભાઈની ભીતર એક ગાયક કરતાં પણ વિરાટ જોગમાયનો આરાધક એક ભાવવાહી ચારણ જાગતો હતો. એટલે જગદંબાની ઉપાસનાના છંદ કે ચરજની પ્રસ્તુતિ વખતે કાયમ માટે એમની આંખોમાં અશ્રુધારા વહ્યા જ કરતી. એમની ચારણત્વની ખુમારી ગજબ હતી. મધુર કંઠ અને તાલનો સમન્વય હોવા છતાં પણ લોકગીત કે ફિલ્મીગીતો ના બદલે તેઓએ પોતાની ગાયકી ચરજ, છંદ, ભેળીયાને જ સમર્પિત કરી.
ચારણ સાહિત્યના શ્રોતા તરીકે મારા બાલ્યકાળથી હું કમલેશભાઈને સાંભળતો આવ્યો, પછી એમની સાથે મંચ પર ડાયરા કરવાનું પણ સૌભાગ્ય મને મળ્યું. મને સદૈવ તેમના પ્રત્યે આદરભાવ અને તેઓને મારા પ્રત્યે સ્નેહ રહ્યો.
આજે એ ચારણ કંઠ પંચમહાભૂતમા વિલીન થયો, હવે કૈલાસધામમાં "બમ બમ બમ ડમરુ બાજ...." ગાવી ઉમા-મહેશ્વરને રીઝવશે. મારા જેવા અનેકના હ્રદયમાં તેમનો કંઠ અને હલક કાયમ ગુંજયા કરશે...
::: શ્રદ્ધાંજલિ દોહો:::
સુર, શબદ સાહિત્ય, રગે રગ રમતા રાસ.
હલક કંઠ હેમુ તણી, કમલેશ વાસ કૈલાસ.
— કવિ "જય" ( જયેશદાન ઝીબા)